કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં નેશનલ હાઇવેના કામોની રીવ્યુ બેઠક યોજી, રાજકોટ-જેતપુર સિક્સલેનના કામની સમીક્ષા
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકારએ કરેલા પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના સિક્સ લેન, મોરબી-સામખિયાળી માર્ગ પરના સામખિયાળી-માળિયા સેક્શન પરના કામો, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની વિગતો આપી હતી.
રાજ્યમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગતના જે પ્રોજેક્ટ્સની કામગીરી ચાલી રહી છે, તેની વિસ્તૃત સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂૂ કરાશે. એટલું જ નહિ, સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રાજ્યના નેશનલ હાઈવેના કામો માટે ફંડ મેળવવા અંગેની દરખાસ્તો ત્વરાએ કેન્દ્રીય મંત્રાલયને મોકલી આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ માર્ગોના ઉઙછ તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં હોય તેવા તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાનું જે મોડલ ગુજરાતે અપનાવ્યું છે તે માટે મુખ્યમંત્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, ગુજરાતનું મોડલ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂૂપ બની શકે તેમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના કામોમાં ઝડપ લાવવા માટે કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો હતો.
