ડ્રગ્સની રેડ દરમિયાન ઘટના, આરોપી ઝબ્બે
ભાટ ગામ પાસે ડ્રગ્સની રેડ દરમિયાન આરોપીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PSI પર છરીથી હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ ગઈકાલ રાતનો હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આરોપીની 300 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ભાટ ગામ પાસે એમડી ડ્રગ્સ લઈને એક યુવક કારમાં પસાર થવાનો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી અને કાર આવતા જ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી અને પોલીસની કાર એકબીજા સાથે અથડાતા રીતસર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આરોપી કારમાંથી ઉતર્યો હતો અને પોલીસ ટીમ પર હુમલો કરતા ઙજઈંને છરી વાગી હતી. જોકે, આ દરમિયાન ટીમના અન્ય પોલીસકર્મીઓ આરોપીને પકડવામાં સફળ થયા હતા.

