રાષ્ટ્રીય
દિવાળી પહેલાં સોના-ચાંદીમાં આતશબાજી, ભાવ રેકોર્ડ સ્તરે
ચાંદીનો ભાવ રૂા.2800 ઉછળી રૂા.1 લાખને પાર, સોનાએ પણ 80,500ની સપાટી કુદાવી
દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીના ભાવ ભડકે બળ્યા હોય તેમ ચાંદીનો એક કિલોનો ભાવ રૂા.1 લાખને પાર અને સોનાનો ભાવ રૂા.80 હજારને પાર કરી રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયા છે.
નવા સપ્તાહના પ્રારંભે આજે સવારે બજાર ખુલતા જ ચાંદીનો એક કિલોનો ભાવ રૂા.2800 વધીને રૂા. એક લાખને પાર ખુલી રૂા.1 લાખ એક હજાર સુધી પહોંચી ગયો હતો. એમસીએકસ ઉપર 999.9 ફાઇન સિલ્વરનો ભાવ રૂા.98224 અને બિલમાં રૂા.1 લાખ 1 હજાર બોલાયો હતો.જયારે સોનામાં 24 કેરેટ સોનાનો એક તોલાનો ભાવ 80575 સુધી બોલાયો હતો. આગામી દિવાળીએ ભાવ વધારો ચાલુ જ રહે તેવી શકયતા જવેલર્સો દર્શાવી રહ્યા છે.
સોના અને ચાંદીના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે અને એમસીએક્સ પર, સોનું રૂૂ. 450 થી રૂૂ. 78170 પ્રતિ 10 ગ્રામનો વધારો દર્શાવે છે અને એમસીએક્સ પર આ તેનું સર્વોચ્ચ સ્તર છે. ચાંદીમાં પણ શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને કોમોડિટી માર્કેટ ખુલતાની સાથે જ રૂૂ.2800નો આ ઉછાળો આવ્યો છે. એમસીએક્સ પર ચાંદી રૂૂ. 2800ના ઉછાળા સાથે રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે.
સોનામાં સતત રેકોર્ડ બની રહ્યા છે અને તે દરરોજ નવા ઊંચા સ્તરે પહોંચી રહ્યું છે. દેખીતી રીતે, આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાની સંભાવના હતી કારણ કે શુક્રવારે સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયું હતું. સામાન્ય લોકોએ તહેવારોની સિઝનમાં સોનું અને ચાંદી ખરીદતા પહેલા બે વાર વિચારવું પડશે કારણ કે આ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સતત વધતી માંગનો ફાયદો સોનાને મળી રહ્યો છે અને તેની સાથે આંતરરાષ્ટ્રીય સોના-ચાંદીના ભાવ પણ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે.
સોનાનું વળતર જંગી છે અને ભવિષ્યમાં તે રૂૂ. 85,000 સુધી પહોંચે તેવી શક્યતા છે. ગોલ્ડન રેટના એક વર્ષના સ્તર પર નજર કરીએ તો સોનાએ 29 ટકાનું વળતર આપ્યું છે. આ વર્ષે, 15 ઓક્ટોબર, 2024 સુધી, તેના રોકાણકારોને સોનામાં 21 ટકા વળતર મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીની મોટી ઊંચાઈ આજે, ઈઘખઊડ પર સોનાનો દર 16.85 વધીને 2747 પ્રતિ ઔંસ જોવા મળી રહ્યો છે. જ્યારે ચળકતી ધાતુની ચાંદી 3.12 ટકા વધીને 34.247 ડોલર પ્રતિ બેરલના દરે પહોંચી છે.
29મી ઓક્ટોબરથી શરૂૂ થઈ રહેલા દિવાળીના તહેવાર નિમિત્તે આ વર્ષે સોનાની ખરીદીનો ટ્રેન્ડ કેવો રહેશે અને 29મી ઓક્ટોબરે ધનતેરસ પર કેવા પ્રકારની ખરીદી થશે તેના પર સૌની નજર મંડાયેલી છે. સોનાના વર્તમાન ભાવો પરથી આમાં ઘણું બધું સૂચવી શકાય છે. સ્વાભાવિક રીતે, સોનું, એક સુરક્ષિત સંપત્તિ ગણાય છે, તે માત્ર સુરક્ષા પ્રદાન કરતું નથી, તે શ્રેષ્ઠ વળતર ઉત્પાદનોમાંનું એક પણ છે.
સેન્સેક્સમાં 950, નિફ્ટીમાં 300 પોઇન્ટની અફરાતફરી
સોના-ચાંદીમાં એકધારી તેજી વચ્ચે શેર બજારમાં સતત ઘટાડો ચાલુ રહ્યો છે અને આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 950 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટથી ઉથલ પાથલ જોવા મળી હતી. સેન્સેક્સ ગત શુક્રવારે 81224 અંકના સ્તરે બંધ થયા બાદ આજે વધારા સાથે ખુલ્યો હતો અને એક તબક્કે 550 પોઇન્ટ ઉચક્યો હતો અને આજે 81770નું સ્તર બનાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ કરેક્શન આવતા એક તબક્કે 969 અંક ઘટીને સેન્સેક્સ 80811ના લો સુધી સરકી ગયો હતો. આજ રીતે નિફ્ટીમાં પણ આજે 24978નો હાઇ બન્યો હતો. પરંતુ ત્યાંથી લગભગ 300 પોઇન્ટ તુટીને એક તબક્કે 24679નો લો બન્યો હતો.