આનંદો, ખેલસહાયકની વય મર્યાદા હવે 38ને બદલે 40 વર્ષની રહેશે

  જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં ભરતી માટે લાગુ ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ…

 

જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં ભરતી માટે લાગુ

ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા આ અંગેની મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે ખેલ સહાયકની વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે.

આ અંગેની માહિતી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલ સહાયકની વય મર્યાદામાં 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ વય મર્યાદા 38 વર્ષ હતી, જે હવે વધારીને 40 વર્ષ કરવામાં આવી છે.

આ નિર્ણય ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકના ઉમેદવારો માટે લાગુ થશે. વય મર્યાદામાં થયેલા આ વધારાથી ઘણા એવા ઉમેદવારોને તક મળશે જેઓ અગાઉ વય મર્યાદાના કારણે અરજી કરી શકતા ન હતા.