ગુજરાત
ફટાકડાની 127 અરજીઓ સામે 10 ધંધાર્થીઓને જ મળ્યા પરવાના
ફટાકડાના વેચાણ માટેના પરવાના મુદ્દે વેપારીઓમાં નારાજગી, ઝડપી પ્રક્રિયાની માંગ
જામનગર શહેર અને જિલ્લામાં દિવાળીનો તહેવાર નજીક આવતાં ફટાકડાનું વેચાણ જોરશોરથી શરૂૂ થઈ ગયું છે. બજારોમાં ફટાકડાના અનેક સ્ટોલો ખડકાઇ ગયા છે. અને મેગા મોલ્સમાં પણ ફટાકડાની જાહેરાતો ધૂમ મચાવી રહી છે. જો કે, દિવાળીને માત્ર પાંચ દિવસ બાકી હોવા છતાં મોટાભાગના વેપારીઓને ફટાકડા સંગ્રહ અને વેચાણનો પરવાનો મળ્યો નથી. આને કારણે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.ગઈકાલે શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમારના જણાવ્યા મુજબ, ફટાકડાના પરવાના માટે અત્યાર સુધીમાં 127 અરજીઓ મળી છે. જે પૈકી માત્ર 10 ધંધાર્થીઓને પરવાના આપવામાં આવ્યા છે.
આજે સાંજ સુધીમાં બાકીની અરજીઓ પર નિર્ણય લેવામાં આવશે અને અન્ય 39 ધંધાર્થીઓને પરવાના આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સંબંધિત તમામ ધંધાર્થીઓને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી છે.જો કે, વેપારીઓનું કહેવું છે કે, પરવાના મળવામાં વિલંબ થવાને કારણે તેમનું વેપાર ધંધો પ્રભાવિત થઈ રહ્યો છે.
ઘણા વેપારીઓએ પહેલેથી જ ફટાકડાનો જથ્થો ખરીદી લીધો છે અને તેને સંગ્રહ કરી રાખ્યો છે. પરંતુ પરવાના ન મળવાને કારણે તેઓ તેને વેચી શકતા નથી.શહેર પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, ફટાકડાના પરવાના આપતાં પહેલાં તમામ ધંધાર્થીઓની અરજીઓનું કાળજીપૂર્વક પરીક્ષણ કરવામાં આવે છે. આ સાથે જ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ હોવાથી માત્ર લાયકાત ધરાવતા ધંધાર્થીઓને જ પરવાના આપવામાં આવશે.આ સમગ્ર મામલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, પરવાના મળવામાં વિલંબ થવાને કારણે તેમનું નુકસાન થઈ રહ્યું છે. તેઓએ તંત્રને માંગ કરી છે કે, પરવાના આપવાની પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવામાં આવે.