Site icon Gujarat Mirror

અફઘાનિસ્તાનમાં ઘરમાં બારી રાખવા પર પ્રતિબંધ

મહિલાઓ બહાર ન જોઇ શકે તે માટે તાલિબાની ફરમાન: જેમના ઘરમાં બારી હોય તે પણ દૂર કરવા આદેશ

અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ નવો કાયદો બનાવવામાં આવ્યો છે. આ મુજબ નવા બનેલા ઘરોમાં બારી ન હોવી જોઈએ. આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે મહિલાઓ બહાર જોઈ ન શકે.

તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતાએ આ અંગે આદેશ જારી કર્યો છે. કહે છે કે મહિલાઓની એક ઝલક મળવાથી અશ્ર્લીલ હરકતો થઈ શકે છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પણ ટ્વિટર પર આ સંદર્ભમાં નિવેદન પોસ્ટ કર્યું છે. આમાં તેમણે કહ્યું હતું કે નવી ઇમારતોમાં એવી બારી ન હોવી જોઈએ કે જેનાથી આંગણું, રસોડું, પડોશીનો કૂવો કે મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી જગ્યા નજરે પડે.

ઝબીહુલ્લા મુજાહિદે લખ્યું છે કે મહિલાઓને રસોડામાં કામ કરતી, વરંડામાં આવતી-જતી અથવા કૂવામાંથી પાણી લેતી જોવાથી અશ્ર્લીલ હરકતો થઈ શકે છે. તાલિબાન અધિકારીઓએ છોકરીઓ અને મહિલાઓ માટે પ્રાથમિક શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમને પાર્ક અને અન્ય જાહેર સ્થળોની મુલાકાત લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગો પણ નવા બંધાયેલા મકાનો પર નજર રાખશે. સરકાર મહિલાઓના અધિકારો પર નિયંત્રણો લાદી રહી છે. ઘર તરફ બારી ખુલ્લી હોય, તો તેણે આ માટે વ્યવસ્થા કરવી પડશે. મકાનમાલિકે કાં તો બારીની ફરતે દીવાલ બનાવવી પડશે અથવા તો એવી વ્યવસ્થા કરવી પડશે કે જેથી પડોશીઓ તે જગ્યાએથી ઘરમાં જોઈ ન શકે.તેમને નોકરી પણ કરવા દેવામાં આવતી નથી. તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ઘરોમાં પડોશી ઘરો તરફ કોઈ બારીઓ અથવા છિદ્રો ખુલ્લા ન હોવા જોઈએ.

જો કોઈ ઘરમાં પહેલાથી જ પાડોશીના ઘર તરફ બારી ખુલ્લી હોય, તો તેણે આ માટે વ્યવસ્થા કરવી પડશે. મકાનમાલિકે કાં તો બારીની ફરતે દીવાલ બનાવવી પડશે અથવા તો એવી વ્યવસ્થા કરવી પડશે કે જેથી પડોશીઓ તે જગ્યાએથી ઘરમાં જોઈ ન શકે. તાલિબાન સરકાર એવી વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે કે ન તો બહારથી કોઈ તેમને જોઈ શકે અને ન તો કોઈ બહારના વ્યક્તિને જોઈ શકે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2021માં સત્તામાં આવ્યા બાદથી તાલિબાન સરકાર મહિલાઓના અધિકારો પર નિયંત્રણો લાદી રહી છે. તેમને નોકરી પણ કરવા દેવામાં આવતી નથી. યુનાઈટેડ નેશન્સે પણ મહિલાઓ પ્રત્યે તાલિબાનની નીતિઓ પર નારાજગી વ્યક્ત કરી છે. તાલિબાન અધિકારીઓએ છોકરીઓ અને મહિલાઓ માટે પ્રાથમિક શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમને પાર્ક અને અન્ય જાહેર સ્થળોની મુલાકાત લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં જ અહીં એક કાયદો બનાવવામાં આવ્યો છે, જે મુજબ મહિલાઓને જાહેરમાં કવિતા ગાવા કે વાંચવા પર પ્રતિબંધ છે.

Exit mobile version