અડવાણીને છાતીમાં ઇન્ફેકશન: હોસ્પિટલમાં દાખલ, ચિંતાનું મોજું

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શનને કારણે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે…

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શનને કારણે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે 7:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પલ્મોનરી વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે.

વરિષ્ઠ નેતા અડવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેના લગભગ એક અઠવાડિયા પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીના તેમના નિવાસસ્થાને તેમને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન, મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ કરવા બદલ અડવાણીના આશીર્વાદ માંગ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 98 વર્ષના છે. તેઓ 8 નવેમ્બરે તેમનો 99મો જન્મદિવસ ઉજવશે. અડવાણી હાલમાં દિલ્હીના 30, પૃથ્વીરાજ રોડ ખાતે રહે છે. ડિસેમ્બર 2024માં, અડવાણીને એપોલો હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.