રાષ્ટ્રીય
ક્રાઈમ પેટ્રોલથી જાણીતા એક્ટર નિતીન ચૌહાણનું 35 વર્ષે નિધન
આત્મહત્યા કરી હોવાની પણ ચર્ચા
રિયાલિટી શો દાદાગીરી 2 જીતીને ફેમસ થયેલા ટીવી એક્ટર નીતિન ચૌહાણનું ગુરુવારે મુંબઈમાં અવસાન થઈ ગયું. તે માત્ર 35 વર્ષનો હતો. યુપીના અલીગઢ જિલ્લામાં રહેતા નીતિને એમટીવીની સ્પ્લિટ્સવિલા સિઝન 5 જીતી હતી. આ સિવાય ડોટ કોમ, ક્રાઇમ પેટ્રોલ અને ફ્રેન્ડ્સ જેવી સિરિયલમાં પણ કામ કર્યું હતું. ક્રાઇમ પેટ્રોલથી તે ખૂબ ફેમસ થયો હતો. નીતિનને છેલ્લી વાર 2022 માં સબ ટીવીના તેરા યાર હું મે શોમાં દેખાયો હતો. શોના તેના સહ-કલાકાર સુદીપ સાહિર અને સાયંતની ઘોષે તેના અવસાનની ખબરની પુષ્ટિ કરી, પરંતુ કહ્યું કે તેમની પાસે કોઈ માહિતી નથી. ત્યારે એક પૂર્વ સહ-કલાકાર વિભૂતિ ઠાકુરની પોસ્ટ અનુસાર, નીતિને કથિત રીતે આત્મહત્યા કરી છે.