ગુજરાત

દ્વારકા જિલ્લામાં પોલીસને જાણ કર્યાવગર મકાન ભાડે આપનાર 28 સામે કરાઇ કાર્યવાહી

Published

on

ખંભાળિયા, સલાયા, કલ્યાણપુર પંથકમા જાહેરનામા ભંગના નોંધાયા ગુના

સંવેદનશીલ મનાતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં મકાન સહિતની મિલકત ભાડે આપી અને આ અંગે નિયમ મુજબ પોલીસમાં આધાર પુરાવા સાથેની જરૂૂરી નોંધ ન કરાવતા આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં ખંભાળિયા, સલાયા અને કલ્યાણપુર વિસ્તારમાં મંગળવારે વધુ 28 જેટલા આસામીઓ સામે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.ખંભાળિયા તાલુકાના કજૂરડા વિજયનગર વિસ્તારમાં પરપ્રાંતિય આસામીઓને ઓરડીઓ ભાડે આપી, અને આ અંગેની નોંધ પોલીસને ન કરાવતા સંજયનગર વિસ્તારમાં રહેતા લખુભા નટુભા જાડેજા સામે તેમજ આ જ રીતે નેભા ડાડુ વજશી કોઠીયા, ભાયા રાજપાલ જોગાણી, હબીબ ઉલ કાયમ શેખ (વેસ્ટ બેંગાલ) અને રાણા નાગશી રૂૂડાચ સામે ખંભાળિયા પોલીસ મથકમાં તેમજ રોશનબેન હારુન એલિયાસ સંઘાર અને બિલાલ હુસેન જખરા સામે પોલીસ મથકમાં જ્યારે અનિલભા ભારાભા માણેક સામે મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

સૌથી વધુ કલ્યાણપુર પોલીસમાં નોંધાયેલા 20 જેટલા ગુનામાં ભાટિયા બાયપાસ પાસે શિવ હોટલ ભાડે આપવા બદલ મનસુખ હીરાભાઈ રાઠોડ, બાબુ નાથા સોલંકી, વજશી જેઠા ચાવડા, રામ ભનુ સોનગરા, જયેશ જાદવ પુરોહિત, રાજશી માલદે કરમુર, મુરુ લાખા ગોરાણીયા, વિનોદ નારણ ગોઢાણીયા, સંજય કેશુર ગોજીયા, કિશોર ત્રિકમ રાઠોડ, દુલા લાખા વાલાણી, અજય ભીમશી વરૂૂ, ઈમ્તિયાઝ અલારખા હાથલિયા, અરજણગર મોતીગર અપારનાથી, વશરામ ગોકળ કણજારીયા, વલ્લભ નારણ સોનગરા, સંજયસિંહ જશુભા જાડેજા, ગોવિંદગર જેતગર રામદતી, ખીમા માલદે કરમુર અને દિનેશ હરજી કણજારીયા નામના આસામીઓ સામે પણ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version