ગુજરાત
દેના બેંકની 4.5 કરોડના છેતરપિંડી કેસના તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
2003ના બનાવટી એફડી રસીદો રજૂ કરી છેતરપિંડી કરવાના પ્રયાસના કેસમાં અદાલતે ચુકાદો આપ્યો
જામનગર ની દેનાબેંક માં રૂૂ.સાડા.ચાર કરોડ ની બનાવતી એફ ડી ની રશિદો રજૂ કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવાના કેસ મા અદાલતે તમામ આરોપી નો નિર્દોષ છુટકારો ફરમાવ્યો છે.જામનગર ની દેનાબેંક નાં મેનેજર સતિષકુમાર શ્રીનીવાસમુર્તિ એ એવી ફરીયાદ નોંધાવેલ હતી કે, તા.04/11/2003 ના બપોરના બાર થી એક વાગ્યાના અરસામાં તેઓ બેન્ક માં હાજર હતા, તે વખતે અગાઉ બેંકનું ઓર્ડીટ કરેલ તે ચાર્ટડ એકાઉન્ટ દિપકભાઈ ધાનક તેમની પાસે આવેલા તેની સાથે યોગેન્દ્રસિંહ દેશળજી ચૌહાણ , જશબીરસીંગ તારાસિંગ શીખ , નિતીનકુમાર જયદેવલાલ તથા કિશોરભાઈ શંકરલાલ અમદાવાદ વાળાઓ પણ સાથે હતા.
આ પહેલા દિપકભાઈ ધાનક એ ફોન કરી જણાવેલ કે આ લોકો પાસે અમદાવાદ બેંક ની રૂૂપીયા સાડા ચાર કરોડ રકમ ની ફીકસ ડીપોઝીટ છે અને તેઓને થર્ડ પાર્ટી આવેર ડ્રાફટ લેવો છે ત્યારબાદ તેઓ પાસે આવેલા હતા અને તેઓએ આ અમદાવાદ બેંક ની ફિક્સ ડીપોઝીટ રસીદ બતાવેલ આ વખતે દિપકભાઈ ધાનક એ ખાનગી માં જણાવેલ કે આ ફીકસ ડીપોઝીટની રસીદો બનાવટી જણાય છે એટલે પાંચેય રસીદ તપાસતા તે બનાવટી જણાયેલ હતી. આ બાબતે શંકા જતા તેઓ તથા દિપકભાઈ ધાનક એ જરૂૂરી ચર્ચા કરેલ હતી, અને તેને જણાવેલ કે અમારે થર્ડ પાર્ટી આવેર ડ્રાફટ ની જરૂૂર છે .આ તમામ કુલ પાંચ એફ.ડી. રસીદ ની મે ઝેરોક્ષ કોપી કરેલ હતી, અને જેમાં આ તમામ રસીદ અમારા અમદાવાદ ની બ્રાન્ચની છે અને એફ.ડી. ના ખાતેદાર પતિ-પત્નિ છે .જે એફ ડી કુલ ચાર કરોડ પચાસ લાખ રૂૂપીયાની હતી, ત્યારબાદ આ લોકોએ જણાવેલ કે અમારા ઓવર ડ્રાફટ અહીં જામનગરના રહિશ યોગેન્દ્રસિંહ દેશળજી ચૌહાણ ના નામનું લેવાનું છે .
એટલે મે જણાવેલ કે તમારે સેવીંગખાતુ ખોલાવો એટલે આ યોગેન્દ્રસિંહ ના નામનું સેવીંગ ખાતુ ખોલાવેલ હતું તેમાં સાહેદ જસબીરસીંગ તારાસીંગ શીખ કે જેવો જયેન્દ્ર ભારત એન્જીનીયરીંગ વાળા તરીકે ઓળખે છે તેણે ઓળખાણ આપેલ છે .આ ખાતા ખોલાવ્યાથી જરૂૂરી વિધી પુરી કરેલી, ત્યારબાદ બેંક ના નિયમ મુજબ જેટલી રકમ જમાં હોય તેની 85 ટકા રકમ ઓવર ડ્રાફટ મળે તે મુજબ ના ઓવર ડ્રાફ્ટ ના ફોર્મ ભરેલા હતા. જેમાં ઉપરથી નંબર 1 ની રૂૂ.58,50,000, નંબર બે ની રૂૂ. 61,75,000 , નંબર 3 ની રશીદ માટે રૂૂપીયા 58,50,000 , નંબર 4 માટે રૂૂ. પ8,75000 તથા નંબર 5 માટે 55,25000 ના ફોર્મ ભરેલ હતા. અને જરૂૂરી કાગળો હતા.ત્યારબાદ આ લોકોને સાંજના બેંક ઉપર આવવા સુચના કરેલ હતી,
બાદ આ રસીદ ઉપર અમદાવાદ બ્રાંચ નો કોડ નંબર લખેલ હતો ઉપરાંત ગ્રેઈન મારકેટ બ્રાન્ચના બેંક મેનેજર ને વાત કરતા તેને જણાવેલ કે આ લોકો રસીદ લઈ મારી પાસેઓવર ડ્રાફ્ટ લેવા આવેલા પણ જો રસીદ જોયા વગર આ કામ કરવાની ના પાડી હતી. મેનેજર એ જણાવેલ હતુ કે ત્યારબાદ આ બાબતે અમદાવાદ તપાસ કરવા કહેતાં તેને અમદાવાદ બ્રાંચ ના ઈન્ચાર્જ મેનેજર સાથે ફોનથી વાત કરતા આ રસીદ બનાવટી હોવાનું અને આવા નામ નંબર વાળી રસીદ અમદાવાદ બ્રાંચ દવારા ઈસ્યુ ન થયેલ હોવાનું જણાવેલ.ત્યારબાદ આ લોકોને જણાવેલ કે આ બાબતે અમારી ઉપરી કચેરીમાં તપાસ કરી આવતી કાલે જવાબ આપીશ એટલે તા.05/11/2003 ની પાંચ થી સાડા પાંચ વાગ્યાના અરસામાં અસલ રસીદ વિગેરે લઈ આવવાનું જણાવેલ હતુ, એટલે આ લોકો બેંક માં સાંજના પાંચ થી સાડા પાંચ વાગ્યેથી બનાવટી રસીદ લઈને આવનાર છે,
જેથી આ નામ વાળા નિતીન જયદેવલાલ કિશોર શંકરલાલ ત્રિવેદી , યોગેન્દ્રસિંહ દેશળજી ચૌહાણ ,જસબીરસીંગ તારાસીંગ શીખ આ બનાવટી એફ.ડી. માં જેના નામ છે તે જયેશચંન્દ્ર અજય ભારતી તથા અંજના જયેશચંન્દ્ર ભારતી એ તથા તેના મળતીયાઓએ આ અમારા બેંક ની જુદી-જુદી પાંચ બનાવટી ફીકસ ડીપોઝીટ રસીદ કુલ રૂૂપીયા સાડાચાર કરોડ ની તૈયાર કરી અમારા બેંક માં આવેર ડ્રાફ્ટ માટે બનાવટી હોવાનું જણાવ્યા છતાં સાચા તરીકે રજુ કરી અમારા બેંક ના સિકકા તથા મેનેજર બનાવટી સહીઓ કરી આવેર ડ્રાફ્ટ તરીકે ઉપાડવા પ્રયત્ન કર્યો છે, તેવા મતલબની ફરીયાદના આધારે તમામે તમામ આરોપીઓની ઘરપકડ કરેલ અને તે ફરીયાદના આધારે પોલીસ દ્વારા ગુન્હાની તપાસ કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.સદરહુ કેસ જામનગરની અદાલતમાં ચાલવા આવતા સરકાર પક્ષ તરફે સાક્ષીઓને તપાસવામાં આવેલ અને તેમ છતા પણ ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરાવાર કરવામાં નિષ્ફળ ગયેલ હતા, જેથી આરોપીઓ સામે ગુન્હો કર્યો છે
તેવુ માની શકાય તેમ નથી, તેવી તમામ દલીલો વકિલ નીતલ એમ. ધ્રુવ ની માન્ય રાખી, તેમજ અલગ-અલગ હાઈકોર્ટના તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરી તે તમામ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીઓને છોડી મુકવાનો હુકમ થયો છે.આરોપીઓ તરફે સીનીયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, જે. સી. વીરાણી, મનીષ એચ. ત્રિવેદી, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુંદ્રા, અશ્વિન એ. સોનગરા રોકાયા હતા.