ગુજરાત
વડતાલ ધામમાં સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા આચાર્ય રાકેશપ્રસાદજી
શિક્ષણ મંત્રી પ્રફૂલભાઇ પાનશેરિયા સહિત સંતોની પ્રેરક ઉપસ્થિતિ
વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપક્રમે તારીખ 24 ના રોજ સાંજે 6:00 કલાકે આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.
35 વીઘા જમીનમાં પથરાયેલ આ સાંસ્કૃતિક પ્રદર્શન સહુ માટે આજથી તારીખ 15 નવેમ્બર સુધી ખુલ્લુ મુકાયું છે જેને નિહાળવા બપોરના 12 થી રાત્રિના નવ દરમિયાન પ્રવેશ મેળવી શકાશે.
ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર આ સાંસ્કૃતિક પ્રદર્શનમાં 8000 ફૂટ એલઇડી સ્ક્રીન લગાવેલા છે . જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ સનાતન ધર્મ અને મનોરંજક 60 કરતાં પણ વધારે પ્રેરણાદાઈ શોર્ટ ટેલિફિલ્મો પીરસાતી રહેશે. 50,000 સ્ક્વેર ફીટના વિવિધ બગીચાઓમાં 120 કરતા પણ વધારે પ્રકારના ફૂલ છોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. ગ્લો ગાર્ડન, આર્ટ ગેલેરી, અક્ષરધામ દર્શન, લાઈટ એન્ડ સાઉન્ડ શો, મંદિર પ્રોજેકશન શો વગેરેની ચાર મહિનાથી તૈયાર કરી રહેલા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના ગુરુવર્ય દેવ કૃષ્ણદાસજી સ્વામીના શિષ્યો સાધુ વિશ્વ સ્વરૂૂપદાસજી સ્વામી તથા સાધુ વિવેક સ્વરૂૂપદાસજી સ્વામી તેમજ હરિકૃષ્ણદાસજી સ્વામી, અક્ષયપ્રિયદાસ સ્વામી, અભિષેક સ્વામી,જન કલ્યાણ સ્વામી વગેરે સંતોને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતોએ શુભ આશીર્વાદ પાઠવ્યા હતા
આ પ્રસંગે બંને લાલજી મહારાજ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી, કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી શ્યામ વલ્લભદાસજી સ્વામી, શુકદેવ સ્વામી, પ્રદર્શનના માર્ગદર્શક સુરત વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલના પુરાણી ધર્મ વલ્લભદાસજી સ્વામી તથા સત્સંગ ભૂષણદાસજી સ્વામી, પવન સામે આનંદ જીવન સ્વામી, શ્વેત વૈકુંઠદાસ સ્વામી વગેરે વડીલ સંતો, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી અને ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રફુલભાઈ પાનસેરીયા તેમજપૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, સુરત હરિ ગ્રુપના ચેરમેન રાકેશભાઈ દુધાત, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ સહિત અન્ય રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.