ક્રાઇમ
ભાણવડના ઠગાઇ પ્રકરણનો આરોપી રાજકોટમાંથી ઝડપાયો
ભાણવડ પંથકમાં એક આસામી સાથે ઠગાઈ અને છેતરપિંડી થયાનો બનાવ થોડા સમય પૂર્વે સ્થાનિક પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં આરોપી તરીકે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામના મૂળ રહીશ એવા ચિરાગ વ્રજલાલભાઈ લક્કડનું નામ ખુલવા પામ્યું હતું.પોલીસની પકડથી બચવા માટે છેલ્લા આશરે ચારેક માસથી ઉપરોક્ત શખ્સ નાસતો ફરતો હતો. જેને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સી.પી.આઈ. વી.એ. રાણા તેમજ ટેકનીકલ સર્વેલન્સ સહિતની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સ રાજકોટ ખાતે રહેતો હોવાની મળેલી માહિતીને આધારે તુરંત જ આ આરોપીને રાજકોટ ખાતેથી દબોચી લીધો હતો.