કચ્છ
રાજકોટના પરિવારને કચ્છના નારાયણ સરોવર પાસે અકસ્માત; 7ને ઈજા
ફરવા આવેલ સુરત અને રાજકોટના પ્રવાસીની કાર સામ સામે અથડાઈ
કચ્છના માતાના મઢ અને નારાયણસરોવર વચ્ચે કપુરાશી ગામ નજીક રાજકોટના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. સુરત અને રાજકોટના પ્રવાસીની કાર સામે સામે અથડાતા આ અકસ્માતમાં ફબન્ને પરિવારના સાત સભ્યોને ઈજા થઇ હતી. અકસ્માતની ઘટના બાદ નારાયણસરોવર તરફ જતા કપુરાશી ગામના રોડ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
કચ્છમાં દિવાળીના વેકેશનમાં પ્રવાસીનોની સંખ્યા વધુ રહે છે તેના કારણે વાહનચાલકોની વધુ પડતી ઝડપ અને અજાણ્યા રસ્તાઓને કારણે ઉભી થતી મુશ્કેલી અકસ્માતનું કારણ બની શકે છે. કચ્છમાં રાજકોટ અને સુરતના પ્રવાસીઓની કાર સામસામે અથડાતા 7 જણને ઈજાઓ પહોંચતાં પહેલાં દયાપર અને બાદમાં વધુ સારવાર માટે નખત્રાણા તેમ જ ભુજ હોસ્પિટલમાં ખસેડાયા છે. કચ્છના યાત્રાધામ માતાના મઢ અને નારાયણસરોવર વચ્ચે કપુરાશી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો.
સુરતથી કચ્છ આવેલા પરિવારની કારને રાજકોટથી કચ્છ ગયેલા પરિવારની કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં રાજકોટ રહેતા રમેશભાઈ ભાયા ગજરીયા, વિપુલાબેન રમેશ ગજરીયા, આર્યા રમેશ ગજરીયા અને રામાભાઈ ખીમાને ઇજાઓ થઈ હતી. જ્યારે સુરત રહેતા મૂળ કચ્છના પાટીદાર પરિવારના નીરવ હિતેશ પટેલ તેમના પત્ની નિરાલીબેન તેમ જ જેનીશ નરેશ પટેલને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બન્ને પરિવારના સાત સભ્યોને પ્રથમ દયાપર અને બાદમાં વધુ સારવાર માટે નખત્રાણા તેમ જ ભુજ હોસ્પિટલમાં ખસેડાયા છે.
યાત્રાધામ માતાના મઢ અને નારાયણસરોવર વચ્ચે કપુરાશી ગામ નજીક સર્જાયેલ આ અકસ્માતના બનાવ બાદ આ રોડ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવન જાણ થતા પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોચી હતી અને બન્ને વાહનો રોડ ઉપરથી દુર કરી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.