ગુજરાત

કોડીનારથી મીતિયાજ જતા પરિવારનો હાઈવે ઓથોરિટીના પાપે અકસ્માત

Published

on

જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા પરિવારની માંગ


સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર ડારી થી વેળવા સુધીના 63 કિલોમીટરના રોડ ઉપર ત્રણ -ત્રણ ટોલનાકા ઉભા કરીને તોતીગ ટોલટેક્સની ઉઘાડી લૂંટ ચલાવતા નેશનલ હાઇવે ના અધૂરા કામના પાપે કોડીનાર થી મીતિયા જ ગામે તેમના સંબંધીને મળવા જતા એક પરિવારને હાઇવે ઉપર નેશનલ હાઇવે ના એક ચાલુ કામના રોડ ઉપર ના માટીના ઢગલા ઉપર અચાનક ઘુસી જતાં ગમખવાર ઘટના બનવા પામી છે નેશનલ હાઇવે ના અધિકારીઓના ધોર પાપે થયેલા આ અકસ્માતમાં સદભાગ્ય કોઈ જાનહાની થયેલ નથી પરંતુ વાહન ચાલકે આ અકસ્માત નેશનલ હાઇવે ઓથોરિટી ને જવાબદાર ગણીને તેમની સામે એફ.આઇ.આર દાખલ કરવા ઉગ્ર રજૂઆતો કરી છે.


અકસ્માતની વિગત એવી છે કે કોડીનારના મારુતિ નગર ખાતે રહેતા પંકજભાઈ અને મેહુલભાઈ બંને દંપતિઓ અને એક બાળક મીતીયાજ ગામે રહેતા તેમના સગા ને ત્યાં નવા વર્ષ નિમિત્તે મળવા જતા હતા તે વખતે રાત્રિના નેશનલ હાઈવે ઉપર પૂરપાટ જતી ગાડી રોડ ઉપર વચ્ચે પડેલા માટીના ઢગલા અને પથ્થર સાથે અથડાઈ પડી હતી. ચાલક પંકજભાઈ ના જણાવ્યા પ્રમાણે નેશનલ હાઈવે ઉપર આગળ કામ ચાલુ હોય તો તેના માટે માટીના ઢગલા કરેલા હશે અને આ રોડની બાજુમાંથી ડ્રાઇવરજન કાઢેલું હતું પરંતુ જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ડ્રાઇવરજનના દિશા સૂચક કોઈ બોર્ડ માર્યા નથી કે કોઈ રિફ્લેકટર માર્યા નથી પરિણામે રાત્રિના જતા વાહનો અચાનક રોડ ઉપરના માટીના ઢગલામાં અથડાય પડે છે.

ઉના થી જુનાગઢ જતા વાહન ચાલકો 170 કિલોમીટરના 340 રૂૂપિયા જેવો તોતિંગ ટોલ ટેક્સ ચૂકવે છે એટલે કે ઉના થી પ્રથમ વેળવા ગામ ના ટોલનાકા ઉપર 70 રૂૂપિયા ત્યાર પછી સુંદરપરા ટોલનાકા ઉપર 60 રૂૂપિયા ત્યાર પછી ડારી ટોલનાકા ઉપર 105 રૂૂપિયા અને પછી ગદોઈ ટોલનાકા ઉપર 105 રૂૂપિયા કુલ 340 નો તોતિંગ ટોલટેક્સ ઉઘરાવાય છે ત્યારે આ ટોલટેક્સના કોઈ નીતિ નિયમો તો હશે ને કે પછી સરકાર પણ આંખ મિચામણા કરીને આ ઉઘાડી લૂંટ માટે મુક સંમતિ આપતી હશે અત્યારે તો ઉના થી જુનાગઢ 170 કિલોમીટરની મુસાફરી કરતા વાહન ચાલકો એક કિલોમીટર દીઠ બે રૂૂપિયા ટોલ ટેક્સ ચૂકવતા હોય ભારે કચવાટ કરી રહ્યા છે ત્યારે આ અંગે નીતિ નિયમ મુજબ કામગીરી થવી જોઈએ તેવું પ્રજા માંથી અવાજ ઉઠ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version