ઝારખંડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: શિખરજી પાસે બસ ઝાડ સાથે અથડાઈ, સુરતના બે શ્રદ્ધાળુઓનાં મોત

  ઝારખંડના ગિરિડીહમાં જિલ્લાના પારસનાથ સ્થિત તીર્થસ્થળ શિખરજીમાં ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યની આસપાસ બસ અસંતુલિત થઈને રસ્તા પરથી નીચે ખાડામાં…

 

ઝારખંડના ગિરિડીહમાં જિલ્લાના પારસનાથ સ્થિત તીર્થસ્થળ શિખરજીમાં ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યની આસપાસ બસ અસંતુલિત થઈને રસ્તા પરથી નીચે ખાડામાં ખાબકી અને ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સુરતના રહેવાસી બાબૂલાલ વંશરાજ જૈન અને તેમની પત્ની બદામી દેવીનાં મોત થયાં છે.

મળતી વિગતો મુજબ, ગુજરાતથી આવેલા યાત્રીઓ શિખરજીની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગિરિડીહ વિસ્તારમાં બસના ચાલકે સ્ટેયરીંગ ઓઅરથી કાબૂ ગુમાવતાં બસ ખાડામાં ખાબકી હતી અને ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં સુરતના દંપતીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, જ્યારે 12થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે…

અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.અનેક મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા, જ્યારે કેટલાક ઈજાગ્રસ્ત મુસાફરો બારીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા…

ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે પીરટાંડ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

તબીબોની ટીમે ઘાયલોની સારવાર શરૂ કરી હતી.જેમાં બે મુસાફરોની સ્થિતિ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સુરતના જૈન દંપતીનાં મોતથી શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી ફેલાઈ છે.અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.