ગુજરાત

ગોંડલ-જામકંડોરણા રોડ પર ઇકો-યુટીલિટી વચ્ચે અકસ્માત સર્જાયો, 10 લોકો ઇજાગ્રસ્ત

Published

on

ગોંડલ જામકંડોરણા રોડ પર ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે ઇકો કાર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ યુટીલિટી પલ્ટી જવા પામી હતી. જેમાં 10 જેટલા લોકોને ઇજા થઈ છે. અકસ્માતને લઈને ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે જામકંડોરણા સીએચસી સેન્ટર અને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો કાર અને યુટીલિટી પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મુકેશભાઈ રણમલભાઈ રાઠોડ ઉ.વ.40, મહેશભાઈ ટપુભાઈ રાજગોર ઉ.વ.28, જયાબેન બાલુભાઈ વાજા ઉ.વ.48, વિનોદભાઈ દેવશીભાઈ રાખીયા ઉ.વ. 52, પાયલબેન વિનોદભાઈ રાખીયા ઉ.વ.22 સહિત 10 લોકોને ઇજા થઇ હતી. જેમાં ઇજાગ્રસ્તોને સીએચસી જામકંડોરણા સારવારમાં અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને લઈને ગોંડલ, કોલીથડ, અને જામકંડોરણા સહિત ત્રણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં ઇજા પામનારની બચાવ કામગીરી કોલીથડની 108 એમ્બ્યુલન્સના પાઇલોટ ભાવેશભાઈ ઇએમટી મનીષાબેન, જામકંડોરણા 108 એમ્બ્યુલન્સના પાઇલોટ ઉત્તમભાઈ ઇએમટી બાલુભાઈ અને ગોંડલ 108 એમ્બ્યુલન્સના પાઇલોટ કાનજીભાઈ અને ઊખઝ મહેન્દ્ર ગોસ્વામી દ્વારા બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version