ઉનાના સોનેરી નજીક બાઈક-રિક્ષા વચ્ચે અકસ્માત; ત્રણ ઘવાયા, બે ગંભીર

ઉના તાલુકાના સોનેરી ગામ નજીક સાંજના સુમારે બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા નાથળ ગામના ત્રણ યુવાનો ઘાયલ થયા હતા.બે યુવાનો ને હાથ-પગના ભાગે…

ઉના તાલુકાના સોનેરી ગામ નજીક સાંજના સુમારે બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા નાથળ ગામના ત્રણ યુવાનો ઘાયલ થયા હતા.બે યુવાનો ને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.અકસ્માત બાદ ઘટનાસ્થળેલોકોનાટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ,નાથળ ગામનાભીખાભાઈગોહેલ (ઉ.વ. 41), જાદવભાઈ સીલોત (ઉ.વ. 24) અને મનુ ભાઈ વશરામભાઈ (ઉ.વ. 35) એક જ બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા. સોનેરી ગામ નજીક સામે થી પૂરપાટ ઝડપે આવી રહેલી રિક્ષા નં.GJ-U-3428 સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર ત્રણેય યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા. ભીખાભાઈ અને જાદવ ભાઈને હાથ-પગના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ છે, જ્યારે મનુભાઈને સામાન્ય ઇજા પહોંચી છે. ત્રણેયને તાત્કાલિક ઉના સારવાર અર્થે ખસેડાયા છે.

સોનેરી ગામ પાસેથી પસાર થતો કેસરીયા-દીવ રોડ છેલ્લા ઘણા સમયથી અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બન્યો છે. આ માર્ગ પર અકસ્માતોની ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જેમાં અત્યાર સુધીમાંઅનેકનિર્દોષમાનવ જિંદગીનો ભોગ લેવાઈ ચૂક્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે,દીવ જતા પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાથી આ રોડ પર વાહનોની અવરજવર ખૂબ રહે છે.ઉપરાંત ઘણીવાર નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો બેફામ ઝડપે વાહનો દોડાવતાહોવાથી ગંભીર અકસ્માતો સર્જાય છે.

આ માર્ગ પર થતા સતત અકસ્માતોને લઈને ગ્રામજનો માં ભારે રોષ છે. સોનેરી સહિત આસપાસના ગામોના લોકોએ આ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે.
ગ્રામજનોએ આ મુદ્દે ઉગ્ર આંદોલન પણ કર્યું હતું અને કેટલાક આગેવાનો ઉપવાસ પર પણ બેઠા હતાદરવખતે તંત્ર દ્વારા માત્ર આશ્વાસનોનો દોર ચલાવવામાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.