Site icon Gujarat Mirror

ખારવા ચોકડી પાસે એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત


જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખારવા ચોકડી પાસે એકટીવા સ્કૂટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સ્કૂટર ચાલક વેપારી યુવાનને ગંભીર ઇજા થઈ છે.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં ગજાનંદ સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિક નો વ્યવસાય કરતા શૈલેષભાઈ ગોરધનભાઈ કગથરા નામના વેપારી યુવાન પોતાના એકટીવા સ્કૂટરમાં મિત્રને બેસાડીને જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ખારવા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન જી.જે. 12 ઝેડ 9993 નંબરના ટેન્કર ના ચાલકે એક્ટિવા સ્કૂટર ને ઠોકર મારતાં સ્કૂટર ચાલક વેપારીને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હતી, જેથી તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version