બાલાકોટ એરબાઇકના હીરો અભિનંદનએ વાયુસેના છોડી, ખાનગી કંપનીમાં જોડાયા

    ૨૦૧૯માં પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડનારભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્તમાને નિવૃત્તિ લઈને એક ખાનગી એરલાઈનમાં જોડાયા છે.…

 

 

૨૦૧૯માં પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડનારભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્તમાને નિવૃત્તિ લઈને એક ખાનગી એરલાઈનમાં જોડાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમણે 31 માર્ચ 2026ના રોજ વાયુસેના છોડી હતી. ત્યારબાદ ઓગસ્ટમાં તેઓ પ્રાદેશિક એરલાઈન FLY91 સાથે જોડાયા. અહીં અભિનંદનની ભૂમિકા કોમર્શિયલ પેસેન્જર વિમાનના પાયલટની હશે.

વિર ચક્રથી સન્માનિત અભિનંદન વર્ધમાન ઓગસ્ટમાં ગોવા સ્થિત Fly91 સાથે પાઇલટ તરીકે જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભારતીય વાયુસેનામાં વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે તેઓ સિવિલ એવિએશન ક્ષેત્રમાં પોતાની નવી પારી શરૂ કરી રહ્યા છે.અભિનંદન હાલમાં કમર્શિયલ એરલાઇન પાઇલટ તરીકે જરૂરી તાલીમ મેળવી રહ્યા છે. તેમની નવી જવાબદારી અને એરલાઇનમાં ચોક્કસ ભૂમિકા અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. Fly91ના પ્રવક્તાએ પણ કર્મચારીઓની વ્યક્તિગત માહિતી ખાનગી બાબત હોવાનું કહીને આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

અભિનંદન 27 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાની ફાઈટર જેટ F-16 તોડી પાડ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું MiG-21 મિસાઈલની ઝપેટમાં આવી ગયું અને તેમને ઇજેક્ટ થઈને પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં ઉતરવું પડ્યું. પાકિસ્તાને લગભગ 60 કલાક અટકાયતમાં રાખ્યા બાદ 1 માર્ચ 2019ના રોજ તેમને ભારતને સોંપી દીધા હતા.