ગુજરાત

કોડીનાર તાલુકાના ગીર દેવળી ગામનો યુવાન બે માસથી ગુમ; તંત્ર શોધવામાં નિષ્ફળ

Published

on

કોડીનાર તાલુકાના ગીર દેવળી ગામનો દિવ્યેશ ઉર્ફે દિલીપ રામસિંહ મેવાડા ઉંમર વર્ષ 20 નામના યુવાન છેલ્લા બે માસથી ગુમ થયેલ હોય જેને શોધી કાઢવામાં તંત્રની નિષ્ફળતા સામે આજરોજ કોળી સમાજની મહિલાઓ દ્વારા એક વિસ્તૃત આવેદનપત્ર કોડીનાર મામલતદારને પાઠવીને ગુમ થયેલા યુવાનની હત્યા ની શંકા વ્યક્ત કરી હતી તેમજ ગુમ થયેલા યુવાનની માતા ભાવનાબેન રામજીભાઈ મેવાડાએ કોડીનાર પોલીસમાં તેમના એકના એક દીકરાનું અપહરણ અને હત્યાની શંકા વ્યક્ત કરતા સાત લોકો સામે ધોરણ સરની ફરિયાદ દાખલ થવા અરજી આપી હતી ભાવનાબેન એ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના જ ગામમાં રહેતા પ્રકાશ ઓધડ બાંભણિયા એ ગત તારીખ 4 જુલાઈના રોજ તેમના પુત્ર દિવ્યેશના મોબાઇલમાં ફોન કરીને ચીખલી મુકામે જવા જણાવેલુ જ્યાં જવા માટે દિવ્યેશેના પાડવા છતાં ફરી પ્રકાશે તેને ફોન કરી ડરાવીને ધમકાવીને લઈ ગયેલો જે દિવસથી આજ સુધી એમના પુત્ર દિવ્યેશ નો કોઈ પત્તો નથી આ બાબતે પોલીસમાં પણ ગુમ થવા અંગે અરજી આપી હતી આમ છતાં તેમની કોઈ ભાળન મળતા તેમની હત્યા થયાની શંકા સાથે આજરોજ મામલતદારને વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ તેમના પુત્રને ઘરેથી લઈ જનાર પ્રકાશ બાંભણિયા સહિત સાત લોકો સામે ધોરણસરની ફરિયાદ પણ આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version