જૂનાગઢમાં સ્પામાં અઠવાડિયા પહેલાં જ નોકરીએ લાગેલી યુવતીનો આપઘાત

જૂનાગઢ શહેરના પોશ એરિયા એવા ઝાંઝરડા રોડ પર આવેલા એક સ્પામાં કામ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક…

જૂનાગઢ શહેરના પોશ એરિયા એવા ઝાંઝરડા રોડ પર આવેલા એક સ્પામાં કામ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી છે અને જૂનાગઢમાં રહી સ્પામાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. આપઘાત પાછળનું કારણ અકબંધ હોય પોલીસે હાલ સ્પામાં કામ કરતા અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. મૃતક યુવતી અઠવાડિયા પહેલા જ સ્પામાં નોકરી પર લાગી હોવાનું જાણવા મળ્યું છે.

ઝાંઝરડા રોડ પર શોપિંગ કોમ્પલેક્સમાં ચાલતા નેચરલ સ્પામાં કામ કરતી બબીતા શોભિત નામની 36 વર્ષીય યુવતીએ સ્પાની અંદર જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે.

યુવતીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ સ્પામાં કામ કરતા અન્ય કર્મચારીઓ અને સંચાલકની પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતક યુવતી યુપીની રહેવાસી હોય તેના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેથી આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવી શકે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની બહેન છેલ્લા ત્રણ વર્ષથી અહીં સ્પામાં કામ કરતી હતી. મૃતક બબીતા એક અઠવાડિયા પહેલા જ અહીં નોકરી પર લાગી હતી. એક અઠવાડિયામાં જ એવું શું બન્યું કે યુવતીએ આત્મહત્યા કરી લેવી પડી તેને લઈ પોલીસે હાલ તપાસ શરૂૂ રકી છે.