ધોરાજી નજીક ભાદર ડેમમાં નાહવા ગયેલો યુવાન ડૂબ્યો

ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામના એક યુવકનું ભાદર-2 ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ…

ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામના એક યુવકનું ભાદર-2 ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ ભુખી ગામના રહેવાસી રસિકભાઈ કલાભાઈ રાઠોડ (ઉ.વ. 34) આજે સવારે આશરે 9 વાગ્યાની આસપાસ ઘરેથી ભાદર-2 ડેમ ખાતે નાહવા માટે ગયા હતા. દરમિયાન તેઓ ડેમના પાણીમાં ડૂબી જતા દુર્ઘટના સર્જાઈ હતી.

આસપાસના લોકોએ યુવક ડૂબી ગયો હોવાની જાણ પરિવારજનોને કરતા પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ 112 ઇમરજન્સી સેવા પર જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.

ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ડેમમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોમાં પણ દુ:ખની લાગણી વ્યાપી ગઈ હતી.