Site icon Gujarat Mirror

ચોટીલામાં મગજ ભમતા ઝેર પી લેનાર યુવાને દમ તોડયો

ચોટીલામાં આવેલા મફતીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં આવેલા મફતીયાપરામાં રહેતા મહેશ કેશુભાઈ ધરજીયા નામનો 25 વર્ષનો યુવાન ગત તા.13 ના રોજ પોતાના ઘરે હતો ત્યારે મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મહેશ ધરજીયા ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો અને અપરિણીત હતો.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કેશોદમાં રહેતા ડાયાભાઈ કાનાભાઈ કુંભાણી નામના 60 વર્ષના વૃદ્ધ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નીચે ગબડી પડ્યા હતા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version