ગુજરાત

વાંકાનેરના માટેલ ગામે હડકવા ઉપડતા યુવકે પરિવાર અને ગ્રામજનોને બચકાં ભર્યાં

Published

on

વાંકાનેરના માટેલ ગામે એક યુવકને હડકાયા કુતરાએ બચકુ ભર્યા બાદ આ યુવકે પરિવારજનો સહિત ગામના કેટલાક લોકોને બચકા ભરી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો.


મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં એક દર્દીને હાથે પગે દોરડા બાંધીને લઈને આવ્યા હતા જેથી કરીને ડોક્ટર સહિતનાનો સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને ત્યારબાદ તેઓને જાણવા મળ્યું હતું કે જે દર્દીને લઈને સારવાર માટે આવ્યા છે તે દર્દીને હડકવા ઉપડયો છે જેથી તે યુવાનને તેના જ પરિવારજનો સહિતના ગ્રામજનો દ્વારા બાંધી દેવામાં આવેલ છે અને ત્યારબાદ ડોક્ટર દ્વારા આ દર્દીની જરૂૂરી સારવાર શરૂૂ કરવામાં આવી હતી.


સામાન્ય રીતે કૂતરું બચકુ ભરે ત્યારબાદ જરૂૂરી ઇન્જેક્શન કે સારવાર લેવામાં આવે તો ત્યારબાદ હડકવા ઉપડવાની શક્યતાઓ નહીવત થઈ જતી હોય છે પરંતુ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે રહેતા સવાભાઈ છગનભાઈ નામના યુવાનને ત્રણેક દિવસ પહેલા હડકાયા કુતરાએ બચકું ભરી લીધુ હતું અને ત્યારબાદ સવાભાઈ છગનભાઈએ જરૂૂરી સારવાર લીધી ન હતી.


ગઈ કાલે રાત્રિના સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં તેઓને હડકવા ઉપડયો હતો અને ત્યારબાદ તે પોતાના જ ઘરની અંદર રહેલ તેના દીકરા અશ્વિનને બયકું ભરવા માટે થઈને તેની પાછળ દોડયા હતા અને અશ્વિન પોતાની બચાવવા માટે થઈને ત્યાં રહેતા તેના કાકા પાસે ગયો હતો અને ત્યાં તેણે વાતની જાણ કરી હતી કે તેના પિતા તેને બચકું ભરવા માટે આવી રહ્યા છે.


જેથી કરીને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને જે તે સમયે સવાભાઈ છગનભાઈએ ત્યાં બે વ્યક્તિઓને બચકા ભરી લીધા હતા જેથી તેમના આડોશી પાડોશી તથા પરિવારજનો દ્વારા સવાભાઈ છગનભાઈના હાથ પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે આ અંગેની નોંધ કરીને સવાભાઈ છગનભાઈ ની સારવાર શરૂૂ કરી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version