Site icon Gujarat Mirror

બગસરામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકયા

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રવિવારની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. બગસરા બસ સ્ટેન્ડ પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બગસરામાં રહેતા દાનિશભાઈ કાળુભાઈ સોલંકી (ઉં.વ. 28) ગત તારીખ 17ના રોજ રાત્રિના આશરે 10:00 વાગ્યાના સુમારે બગસરા બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. આ દરમિયાન ત્યાં આવેલા રાજુભાઈ નામના શખ્સે દાનિશભાઈ સાથે પૈસાની લેતી-દેતીના જૂના પ્રશ્ને ઝઘડો શરૂૂ કર્યો હતો.બંને વચ્ચે બોલાચાલી વધી જતાં ઉશ્કેરાયેલા રાજુભાઈએ પોતાની પાસે રહેલી છરી કાઢી દાનિશભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાખોરે દાનિશભાઈના શરીર પર છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં દાનિશભાઈને સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી અને લોહી વધુ વહી ગયું હોવાથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.ભોગ બનનાર દાનિશભાઈ બે ભાઈઓમાં મોટા છે અને તેઓ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂૂપ થતા હતા. તેમના પિતા પણ મજૂરી કામ કરે છે.આ બનાવ અંગે બગસરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી હુમલાખોર રાજુભાઈની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version