ગુજરાત
નવરાત્રી દરમિયાન નિર્ણાયકની સેવા આપનાર યુવાનનું હાર્ટએટેકથી મોત
જિલ્લામાં 24 ક્લાકમાં એટેકથી ત્રણનાં મોત
જામનગર જિલ્લામાં હાર્ટ એટેકના કિસ્સાઓએ રીતસરનો હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 24 કલાકમાં ધ્રોલ તાલુકાના હમાપર ગામે બે વ્યક્તિ અને જામનગર જિલ્લામાં એક સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજતા અરેરાટી મચી ગઇ છે. સાથે જ સમગ્ર પંથક ચિંતામાં ગરકાવ થયો છે.
જામનગરમાં હાર્ટ એટેકના કિસ્સાની વિગત એવી છે કે દાંડિયારાસના ખેલૈયા અને અનેક નવરાત્રી મહોત્સવમાં નિર્ણાયકની સેવા આપનાર જીગ્નેશ ભટ્ટનું હૃદયરોગના હુમલાથી અકાળે અવસાન થયું છે. જેને લઇને પરિવારજનો શોકના સાગરમા ડૂબ્યા છે. જામનગરના પંચેશ્વર ટાવર રોડ પર આવેલ જલાની જાર ખાતે ચોકસીફળીમા રહેતા ગિરીનારાયણ બાહ્મણ જીજ્ઞેશ ભાસ્કરરાય ભટ્ટ નામના 53 વર્ષીય આધેડને ગઈકાલે હદય રોગનો હુમલો આવ્યો હતો જે જીવલેણ સાબિત કરતા તેમનું મોત નિપજ્યું હતું.
આ ઉપરાંત ધ્રોલના હમાપર ગામે એક જ દિવસમાં બે વ્યકિતને હાર્ટએટેક આવતા તેના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે.ધ્રોલના હમાપર ગામે કાથડભાઈ ચનાભાઈ મંઢ (ઉ.વ.આશરે 50) તથા હરેશભાઈ લાખાભાઈ મંઢ (ઉ.વ.આશરે 33) નામના આહીર યુવાન ગઈકાલે ખેતરે કામ કરી રહ્યા હતા વેળાએ હાર્ટ એટેક આવતા બંનેના મોત થાય છે. જેના પરિણામે નાના એવા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. હમાપર ગામમાં ભારે શોકનું વાતાવરણ સર્જાયું છે.