મૂળીના નાડધરી ગામે યુવાનનો બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત

મુળીના નાડધરી ગામે રહેતા યુવાને બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…

મુળીના નાડધરી ગામે રહેતા યુવાને બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળી તાલુકાના નાડધરી ગામે રહેતા રણજીતસિંહ ઝીલુભા ઝાલા (ઉ.વ.40)એ બીમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયા તેનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃતક યુવકને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે.

બીજા બનાવમાં પડધરીના સરપદળ ગામે રહેતા નીર્મળાબેન ભરતભાઇ પરમાર (ઉ.વ.45)એ કોઇ અગમ્ય કારણસર ફિનાઇલ પી લીધુ હતુ. પ્રૌઢાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.