વાંકાનેરના પીપળિયાના યુવાને ભીમ અગિયારસ કરવા ગયેલી પત્ની પરત નહીં આવતા એસીડ પીધું

વાંકાનરેના પીપળીયા ગામે રહેતી પરિણીતા આઠ દિવસથી રાજા વડલા ગામે અગિયારસ કરવા ગઇ હતી. અગિયારસ કરવા ગયેલી પત્ની પરત નહીં આવતા પતિએ એસીડ પી લીધુ…

વાંકાનરેના પીપળીયા ગામે રહેતી પરિણીતા આઠ દિવસથી રાજા વડલા ગામે અગિયારસ કરવા ગઇ હતી. અગિયારસ કરવા ગયેલી પત્ની પરત નહીં આવતા પતિએ એસીડ પી લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના પીપળીયા ગામે રહેતા હરેશ પ્રવિણભાઇ ઉકેડીયા (ઉ.વ.23) પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના અરસામાં એસીડ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હરેશની પત્ની ડીમ્પલબેન છેલ્લા આઠ દિવસથી રાજા વડલા ગામે માવતરે અગીયારસ કરવા ગઇ હતી. જે પરત નહીં આવતા હરેશ ઉકેડીયાએ એસીડ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉ5રાંત બીજા બનાવમાં વાંકાનેરના સડારકા ગામે રહેતી શીતલબેન મેશુભાઇ બામણીયા નામની 20 વર્ષની યુવતી પોતાની વાડીએ હતી ત્યારે પાણી ભરવા મુદ્દે માતા સાથે ઝઘડો થતા ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બંન્ને બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.