Site icon Gujarat Mirror

કેન્સરની બીમારીથી કંટાળી આરંભડાના યુવાને જિંદગી ટૂંકાવી

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા પેથાભાઈ ગાંગાભાઈ વેગડા નામના 45 વર્ષના યુવાનને છેલ્લા આશરે ચારેક વર્ષથી કેન્સરની બીમારી હતી. આ બીમારીની ચાલુ સારવાર વચ્ચે તેમણે કંટાળીને ગત તા. 4 નવેમ્બરના રોજ બપોરના સમયે પોતાના ઘરના બાથરૂૂમમાં રહેલું ટાઇલ્સ ક્લીનર પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ મેરામણભાઈ વેગડા (ઉ.વ. 50, રહે. આરંભડા)એ મીઠાપુર પોલીસને કરી છે.

Exit mobile version