ગુજરાત
ઓખા નજીક મધદરિયે મશીનમાં હાથ આવી જતાં યુવાનનું મૃત્યુ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામના મૂળ રહીશ અશ્વિનભાઈ શાંતિલાલ ટંડેલ નામના 48 વર્ષના માછીમાર યુવાન ઓખાના દરિયામાં ફિશિંગ બોટ મારફતે માછીમારી કરવા ગયા હતા. ત્યારે મધદરિયે તેમનો જમણો હાથ બોટની વીંચમાં આવી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હિરેનભાઈ મોહનભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
યુવાનને મારી નાખવાની ધમકી
દ્વારકામાં સુદામા પુરી વિસ્તારમાં રહેતા કિશનભાઈ હસમુખભાઈ પાઉં નામના 29 વર્ષના વેપારી યુવાન તેમની દુકાને હતા, ત્યારે દ્વારકાના રહીશ જીત રૂૂડાભાઈ સોનગરા નામના શખ્સએ તેમની પાસે આવી, તેમને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપી જીત સોનગરાએ ફરિયાદી કિશનભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.થોડા દિવસો પૂર્વે આરોપી જીતના માતાને કિશનભાઈ સાથે શાકભાજી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. જેના અનુસંધાને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
યુવાન પર પાંચ શખ્સો દ્વારા જીવલેણ હુમલો
દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા જુમાભાઈ ઉર્ફે ડાડો ઈશાભાઈ ઢોકી નામના 34 વર્ષના મુસ્લિમ માછીમાર યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી રૂૂપેણ બંદર ખાતે તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં ગુલામ હુસેન ઈસા લુચાણી, કાસમ ઈસા લુચાણી, મામદ ઈસા લુચાણી, સબીર સતાર ઢોકી અને અસગર સતાર ઢોકી નામના પાંચ શખ્સોએ માર્ગમાં તેમને અટકાવી અને તેમનો સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચીને હુમલો કર્યો હતો. આરોપીએ ફરિયાદી જુમાને નસ્ત્રતું પોલીસ પાસે અમારી ખટપટ કેમ કરે છે?સ્ત્રસ્ત્ર- વિગેરે બાબતે માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે તમામ પાંચ શખ્સો સામે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.