માણાવદરના દેશીંગા ગામે અકસ્માતે કૂવામાં પડી જતા યુવાનનું મોત

માણાવદર તાલુકાના દેશીંગા ગામના વાડી વિસ્તારમાં એક યુવાનનું અકસ્મતે કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હોવાનો બનાવ બહાર આવ્યો હતો. માણાવદર મામલતદાર ડિઝાસ્ટરની ટીમ દોડી જઈ…

માણાવદર તાલુકાના દેશીંગા ગામના વાડી વિસ્તારમાં એક યુવાનનું અકસ્મતે કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હોવાનો બનાવ બહાર આવ્યો હતો. માણાવદર મામલતદાર ડિઝાસ્ટરની ટીમ દોડી જઈ કુવા માંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દેશીંગા ગામની સીમમાં આવેલ એક વાડીના કુવામાં એક વ્યક્તિ ડૂબ્યો હોવાની જાણ માણાવદર મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને કરવામાં આવતા ડિઝાસ્ટર ટીમના ગૌતમભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજા, કમલેશભાઈ સરીખડા, નરેશભાઈ રાઠોડ સ્થળ પર જઈ ભારે જહેમત બાદ કુવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખ પ્રમોદ લછુમનભાઈ ઠાકુર ઉ.વ.46 તરીકે થઈ છે. યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે આ બનાવ અંગે બાંટવા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ ભરતભાઈ ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.