ગોંડલમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત

ગોંડલ નાં ભગવતપરા માં રહેતા યુવાને પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત નહી નિવડતા તેનું મોત નિપજ્યું…

ગોંડલ નાં ભગવતપરા માં રહેતા યુવાને પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત નહી નિવડતા તેનું મોત નિપજ્યું હતું.

બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ ભગવતરા માં રહેતાં અને માર્કેટયાર્ડ માં મજુરીકામ કરતા જીજ્ઞેશભાઈ ધીરુભાઈ ભેડા નામનાં યુવાને બપોર નાં સુમારે પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ડો.સુખવાલા હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા પરીવાર શોકમગ્ન બન્યો હતો.

મૃતક જીજ્ઞેશભાઈ પરણિત હતા.લગ્ન થયે ત્રણ વર્ષ થયા હતા.સંતાન માં બે વર્ષ નો દિકરો છે.જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે. જીજ્ઞેશભાઈ ત્રણ ભાઇઓ નાં પરીવાર માં નાના હતા. પરીવાર નાં જણાવ્યાં મુજબ દોઢ વર્ષ પહેલા બીજા નંબર નાં ભાઇ એ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ટુંકા સમય માં એક પરીવાર નાં બીજા દિકરાએ પણ આપઘાત કરતા પરીવાર હતપ્રત બન્યો હતો. જીજ્ઞેશભાઈ એ આર્થિક સંકડામણ થી પગલુ ભર્યાનું પોલીસે જણાવ્યું હતું.