ખંભાળિયાના સલાયામાં યુવાન ઉપર ચાર શખ્સો પાઇપ વડે તૂટી પડયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અભુભા અરજણભા માણેક નામના 40 વર્ષના હિન્દુ વાઘેર યુવાનના અગાઉ થયેલા લગ્ન બાદ આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી તેમની સગાઈ થતી ન હોવાથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા.
આ પરિસ્થિતિમાં તેમને મનમાં લાગી આવતા ગત તા. 2 જુલાઈના રોજ તેમણે પોતાના હાથે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તા. 6 ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ કરસનભા અરજણભા માણેકએ મીઠાપુર પોલીસને કરી છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પરોડિયા રોડ પર રહેતા શાહનવાઝ અયુબભાઈ કુંગડા નામના 23 વર્ષના મુસ્લિમ યુવાન તથા સાહેદ ગુલામ સાથે કોઈ દેખીતી બાબત વગર બોલાચાલી કરી, આરોપી અમર કરીમ જખરા, આમીન કરીમ જખરા, યાસીન કરીમ જખરા અને કરીમ જખરા નામના ચાર શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, પાઇપ પડે હુમલો કરી, ઇજાઓ કર્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ગોરાણા ગામેથી જુગાર રમતા ચાર ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે આવેલા એક મંદિરના ઓટલા પાસે બેસીને મોડી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા રમેશ ઉર્ફે ગજની ગોવિંદ રાઠોડ, રામ આવળા ગોરાણીયા, રવિ કેશુ ગામી અને રમેશ ધીરા રૂૂડાચ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂૂપિયા 10,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
