Site icon Gujarat Mirror

ગોંડલના વેકરી ગામે શ્રમિક યુવકનો ઝેર પી આપઘાત

ગોંડલ તાલુકાનાં વેકરી ગામે ખેત મજુરી અર્થે આવેલા યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનુ સારવારમા મોત નીપજતા શ્રમીક પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલનાં વેકરી ગામે ખેતી કામ માટે આવેલા મનીષ માધુભાઇ મોરી નામનો ર8 વર્ષનો યુવાન 3 દિવસ પુર્વે બંટીભાઇની વાડીએ હતો  ત્યારે રાત્રીનાં સમયે કોઇ
અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી.

યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.

બીજા બનાવમા મોરબીમા આવેલી યોગી નગરની ધાર પાસે રહેતી દક્ષાબેન પંકજભાઇ કુંવરીયા નામની રપ વર્ષની પરણીતાએ ગૃહ કલેશથી કંટાળી બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. પરણીતાની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામા આવી હતી.

Exit mobile version