ગુજરાત
ઈક્કોની અડફેટે બાઈકસવાર યુવાન ઈજાગ્રસ્ત
ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 26 કિલોમીટર દૂર હંજડાપર ગામ નજીક રાણ ગામના રમેશભાઈ નાથાભાઈ હડિયલ નામના 44 વર્ષના યુવાન પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 23 એમ. 3347 નંબરની એક ઈક્કો મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ફેક્ટર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જે અંગે ખંભાળિયા પોલીસે રમેશભાઈ હડિયલની ફરિયાદ પરથી ઈક્કો કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
પીધેલો કાર ચાલક ઝડપાયો
દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા પુનિત વિનોદભાઈ ડાભી નામના 26 વર્ષના યુવાનને પોલીસે મોડી રાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂૂપિયા 7 લાખની કિંમતની હેરિયર મોટરકાર ચલાવતા ખોડીયાર ચેકપોસ્ટ પાસેથી ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.