ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવેલ પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી પરિણીતા પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતાં પતિ વિરૂધ્ધ ગોંડલ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવેલ પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી રવિનાબેન જયોતીષભાઈ રાઠોડ નામની 35 વર્ષની પરિણીતા સાંજના ચારેક વાગ્યાના અરસામાં ગોંડલ મહિલા પોલીસ સ્ટેશન ખાતે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર રવિનાબેન રાઠોડને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રવિનાબેનના પતિ જયોતીષભાઈ રાઠોડને પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ છે. જે અંગે બન્ને વચ્ચે ઝઘડો થતાં રવિનાબેન રાઠોડ પતિ વિરૂધ્ધ ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી તે દરમિયાન ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
