રાષ્ટ્રીય
કેરળના જાણીતા યુટ્યુબર દંપતીની રહસ્યમ રીતે ઘરમાંથી લાશ મળી
અંતિમ વીડિયોમાં મૃત્યુનો સંકેત આપી દીધો હતો
કેરળના પરસાલા શહેરમાં એક પ્રખ્યાત યુટ્યુબ દંપતીના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.આ દંપતી, જેનો નજયહહી ઋફળશહુથ નામનો યૂટ્યુબ ચેનલ છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જાણીતું હતું. રવિવારે સેલ્વરાજ (ઉંમર 45) અને તેની પત્ની પ્રિયા (ઉંમર 40)ના મૃતદેહ તેમના નિવાસસ્થાનમાં મળી આવ્યા હતા. સેલ્વરાજ બાંધકામ મજૂર તરીકે કામ કરતો હતો અને તે તથા તેની પત્ની તેમની ચેનલ પર વિવિધ વીડિયો પોસ્ટ કરતા હતા. તેમની ચેનલ પર 18,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા.
જ્યારે ઘરના આસપાસના લોકોએ દંપતીને લાંબા સમયથી જોયા નહીં અને ઘરમાંથી દુર્ગંધ આવતી હતી, ત્યારે તેમને શંકા થઈ. ત્યારબાદ, સ્થાનિક લોકોએ પરસાલા પોલીસને આ અંગે જાણ કરી, અને પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂૂ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, સેલ્વરાજ ઘરમાં ફાંસી પર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા, જ્યારે પ્રિયાની લાશ પલંગ પર પડી હતી. પ્રાથમિક તપાસ અનુસાર, તેમનું મૃત્યુ લગભગ બે દિવસ પહેલાં થયું હોઈ શકે છે.
મૃત્યુપૂર્વે બંનેએ યૂટ્યુબ પર એક હ્રદયસ્પર્શી વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં વિદા પરાયુકૈનેન જન્મમ નામનું ગીત ઉમેરીને કથિત રીતે આ અંતિમ વીડિયોને તેમના અંતની તરફ સંકેત આપતો દેખાયો હતો. વીડિયોમાં દંપતીની તસવીરો સાથે ગીતનો ભાવુક સાઉન્ડટ્રેક સામેલ હતો. જણાવી દઇએ કે, દંપતીનો એક પુત્ર સેતુ એર્નાકુલમમાં હોમ નર્સ તરીકે કામ કરે છે અને ઘટનાની જાણ થતાં તે તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો.