Site icon Gujarat Mirror

જામકંડોરણા તાલુકાના જૂના માત્રાવડ ગામે વાજતે ગાજતે નીકળી અનોખી સ્મશાન યાત્રા

107 વર્ષના વૃધ્ધાનું અવસાન થતાં પરિવારજનોએ હસતે મુખે અંતિમ વિદાય આપી

કોઈનું અવસાન થાય ત્યારે ગમગીન અને શોકના વાતાવરણ સર્જાય છે પરંતુ જામકંડોરણા તાલુકાના જુના માત્રાવડ ગામે અકબરી પરિવારના 107 વર્ષના વડીલ પૂરીબેન પોપટભાઈ અકબરી મૃત્યુ પામતા પરિવારજનોએ વાજતે ગાજતે તેમના બાને અંતિમ વિદાય આપી હતી. પરિવારજનોએ સ્મશાનયાત્રામાં બેન્ડ વાજા સાથે તેમના પાર્થિવ દેહને પૈસાથી વધાવતા તેમના હૃદયમાં રહેલા માં પ્રત્યેના આદરની એક ઝલક જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, નિરોગી અને શતાયુ જીવન જીવી જાણેલા પૂરીબેન 4 પેઢીઓને ઉછેરતા પોતાની નજરે જોઈ હતી ત્યારે પરિવારજનોએ સ્વર્ગવાસી માતાને શોક સાથે નહીં પરંતુ હસતે મુખે અંતિમ વિદાય આપી હતી.

એટલું જ નહીં, પાર્થિવ દેહ પર પૈસાનો વરસાદ વરસાવી પુણ્યાત્માના નામે દાન ધર્માદો પણ કર્યો હતો.
ઘરથી છેક સ્મશાન સુધી વાજતે ગાજતે નીકળેલી આ અનોખી અંતિમયાત્રામાં સમગ્ર ગ્રામજનો પણ જોડાયા હતા.

Exit mobile version