Site icon Gujarat Mirror

ગોંડલના ગોમટા પાસે ટ્રક અડફેટે છકડોચાલકનું મોત

 

ગોંડલના લીલાખા ગામે રહેતો યુવાન ગોંડલથી માલ ભરી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ગોમટા ફાટક પાસે ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા છકડો રીક્ષાના ચાલકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના લીલાખા ગામે રહેતો ભીખાભાઈ રૈયાભાઈ ગીડ નામનો 32 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાની છકડો રીક્ષા લઈને ગોમટા ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન તેના માતા-પિતાને આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે. ભીખાભાઈ ગીડ ગોંડલથી માલ ભરીને લીલાખા ગામે જઇ રહ્યો હતો. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

Exit mobile version