’ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ’ના નવા અંદાજિત રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2026 અને ફેબ્રુઆરી 2027 વચ્ચે વિકસી રહેલા ’અલ નીનો’El Nino)ને કારણે અતિશય ગરમીથી અંદાજે 4,51,000 વધારાના લોકોના મૃત્યુ થઈ શકે છે. આ ગરમી-જન્ય મૃત્યુનો સૌથી મોટો ભોગ ’ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ દેશોનો સમૂહ) બનશે તેવી શક્યતા છે.
’ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ’ એ એક સંશોધન સહયોગ છે જે આબોહવા વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ડેટા વિશ્ર્લેષણને જોડીને અભ્યાસ કરે છે કે કેવી રીતે આબોહવા પરિવર્તન અને અતિશય હવામાન વિશ્વભરના લોકો, અર્થતંત્રો અને સમુદાયોને અસર કરે છે.
આ અંદાજ પહેલેથી નોંધાયેલા મૃત્યુની આગાહી નથી, પરંતુ 1996-2025ના સમયગાળાને આધારરેખા (બેઝલાઇન) તરીકે ગણીને, સામાન્ય વર્ષની સરખામણીમાં ગરમીને કારણે થતા વધારાના મૃત્યુની સંખ્યા દર્શાવે છે.
આ સંભવિત મૃત્યુનો બોજ મુખ્યત્વે ’ગ્લોબલ સાઉથ’ના દેશો પર રહેશે. માત્ર ’સાહેલ’ પ્રદેશમાં જ ગરમીને કારણે 66,800 વધારાના મૃત્યુ થવાની શક્યતા છે, જેમાં નાઈજીરિયામાં 31,400, સુદાનમાં 17,500, નાઈજરમાં 10,000 અને ચાડમાં 8,000 મૃત્યુનો સમાવેશ થાય છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં, ફિલિપાઈન્સ, વિયેતનામ, થાઈલેન્ડ અને કંબોડિયામાં મળીને 19,400 વધારાના મૃત્યુ થઈ શકે છે, જ્યારે ઈન્ડોનેશિયામાં 19,300 મૃત્યુ નોંધાવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર, બ્રાઝિલમાં 13,300 મૃત્યુનો અંદાજ છે, જ્યારે ભારત માટે આ આંકડો 15,800 છે. ’ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ’એ એ પણ નોંધ્યું છે કે આ અંદાજો સરકારોને ચોક્કસ પગલાં લેવામાં મદદ કરી શકે છે, જેમ કે હીટ વોર્નિંગ (ગરમી અંગેની ચેતવણી), કૂલિંગ સેન્ટર્સ (ઠંડક આપતા કેન્દ્રો), હાઇડ્રેશન સુવિધાઓ (પાણી/પ્રવાહીની વ્યવસ્થા), બહાર કામ કરતા કામદારોની સુરક્ષા અને આરોગ્ય પ્રણાલીની ક્ષમતામાં સુધારો.
વધુ શક્તિશાળી બની રહેલું અલનીનો 2027 માટે પણ જોખમ ઊભું કરશે
અલ નીનો હજુ તેની ચરમસીમાએ પહોંચ્યું નથી. વર્લ્ડ મેટિયોરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ઠખઘ) એ 3 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે આ ઘટના (અલ નીનો) મજબૂત રીતે સ્થાપિત થઈ ગઈ છે અને તે વધુ તીવ્ર બનવાની ધારણા છે; તેની તીવ્રતા નવેમ્બર-ડિસેમ્બરની આસપાસ ટોચ પર પહોંચવાની આગાહી કરવામાં આવી છે. ઠખઘ એ ફેબ્રુઆરી 2027 સુધી અલ નીનો ચાલુ રહેવાની શક્યતા લગભગ 100% હોવાનું પણ જણાવ્યું હતું.
