ત્રણ શખ્સે હોસ્ટેલના સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ કસ્તુરબા સોસાયટીમાં આવેલી ક્રિસ્વા લાયબેરી અને હોસ્ટેલ બંધ કરાવવાનું જણાવી એક શખ્સે બે વિદ્યાર્થીને માર માર્યો હતો તો ત્રણ શખ્સે હોસ્ટેલના સંચાલકને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે નિલેશ અભેસંગભાઇ મોરીએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં બ્રિજરાજસિંહ ચુડાસમા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પત્નિ તળાજા રોડ પર આવેલી કસ્તુરબા સોસાયટીમાં કિશ્વા લાઇબ્રેરી અને હોસ્ટેલનું સંચાલન કરે છે જે બાબત આરોપીને પસંદ ન હોય તેમણે હોસ્ટેલ બંધ કરવાનું જણાવી બે વિદ્યાર્થીને માર માર્યો હતો. આ બધા અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.