ગુજરાત
રાજકોટ-જૂનાગઢ, વેરાવળ- ગાંધીગ્રામ વચ્ચે દોડશે ખાસ પરિક્રમા ટ્રેન
તા.19 નવેમ્બર સુધી ચલાવવા નિર્ણય: પુણ્યનું ભાથુ બાંધવા જતા ભાવિકો માટે સુવિધા વધારાઇ
જૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે વેરાવળ-ગાંધીગ્રામ અને રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09556 વેરાવળ-ગાંધીગ્રામ વિશેષ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે.
આ ટ્રેનના જનરલ કોચ અને એસએલઆરડી કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ ઞઝજ કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું વસૂલવામાં આવશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ 08.11.2024 થી 18.11.2024 સુધી ચાલશે.ટ્રેન નંબર 09555 ગાંધીગ્રામ-વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેનના જનરલ કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ ઞઝજ કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું વસૂલવામાં આવશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ 09.11.2024 થી 19.11.2024 સુધી ચાલશે.
ટ્રેન નંબર 09579 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડશે અને બપોરે 13.00 કલાકે જૂનાગઢ પહોંચશે. એ જ રીતે, બદલામાં, ટ્રેન નંબર 09580 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે. ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશન પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે દોડશે. ઉપરોક્ત બંને ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ 08.11.2024 થી 18.11.2024 સુધી દરરોજ દોડશે.ટ્રેન નંબર 09556 અને 09555 માટે ટિકિટ બુકિંગ 08.11.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને ઈંછઈઝઈ વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.