ગીરગઢડા નજીક રોડ પર 11 સિંહોની શાહી સવારી

ગીર પંથકમાં ફરી એકવાર જંગલના રાજાની શાહી સવારી જોવા મળી છે. ગીરગઢડા તાલુકાના ઉમેદપરા-આલિદર મુખ્ય માર્ગ પર વહેલી સવારે એક સાથે 11 સિંહોનું ટોળું રસ્તો…

ગીર પંથકમાં ફરી એકવાર જંગલના રાજાની શાહી સવારી જોવા મળી છે. ગીરગઢડા તાલુકાના ઉમેદપરા-આલિદર મુખ્ય માર્ગ પર વહેલી સવારે એક સાથે 11 સિંહોનું ટોળું રસ્તો ક્રોસ કરતું નજરે પડતાવાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોમાંચ સાથે ભયનોમાહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના આજે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ બની હતી. ઉમેદપરા-આલિદર રોડ પર અચાનક સિંહબાળ સહિત સિંહોનું મોટું ટોળું રસ્તા પર આવી ચઢ્યું હતું. આટલી મોટી સંખ્યામાં સિંહોને એકસાથે રસ્તો ક્રોસ કરતા જોઈને વાહનચાલકો પોતાના વાહનો થંભાવી દીધા હતા. રસ્તાની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

સિંહોનું આ ટોળું રોડ ક્રોસ કરીને નજીકમાં આવેલી આંબાવાડી તરફ આગળ વધી ગયું હતું. આ દુર્લભઅને રોમાંચક દ્રશ્યને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘણા વાહનચાલકો અને રાહદારીઓએ પોતાના મોબાઈલમાં આ શાહી સવારીના વીડિયો અને ફોટા કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહ્યા છે.