ભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયો

ભાણવડ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે કપાયેલા વૃક્ષોના લાકડા ભરેલા બે બોલેરો પીકઅપ વાહનને એસઓજી પોલીસે ઝડપી લઇ, આ સંદર્ભે રાણાવાવના રહીશ એવા બે વાહન ચાલકો સામે…

ભાણવડ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે કપાયેલા વૃક્ષોના લાકડા ભરેલા બે બોલેરો પીકઅપ વાહનને એસઓજી પોલીસે ઝડપી લઇ, આ સંદર્ભે રાણાવાવના રહીશ એવા બે વાહન ચાલકો સામે જરૂૂરી કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 10.28 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે એસ.ઓ.જી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ પી.એસ.આઈ. ડી.એ. વાળા અને વી.એન. સિંગરખીયાની ટીમ દ્વારા ભાણવડ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ચિરાગસિંહ જાડેજા, ભરતભાઈ બેડીયાદરા અને નિતેશભાઈ સાદીયાને મળેલી બાતમીના આધારે પોરબંદર તરફથી આવતા જુદા જુદા બે બોલેરો પીકઅપ વાહનને અટકાવીને ચેકિંગ કરતા આ બંને વાહનોમાં વૃક્ષોના લાકડા જોવા મળ્યા હતા.

આથી પોલીસે આ બંને બોલેરો વાહનના ચાલક એવા રાણાવાવ વિસ્તારના રહીશ અર્જુન ગાંડુભાઈ મકવાણા અને શામજી ભીખુભાઈ મોઢતરીયાની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓએ પોરબંદર જિલ્લાના નાગડા ગામની સીમમાંથી લાકડા કાપીને જામનગર ખાતે અલગ અલગ કારખાનાઓમાં વેચાણ કરવા અર્થે જતા હતા. આ બંને વાહન ચાલકો પાસે કોઈ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી કે આ પ્રકારના આધાર પુરાવા પણ ન હતા. જેથી પોલીસે આશરે રૂૂ. 28 હજારની કિંમતના 550 મણ લાકડા તેમજ રૂૂ. 10,00,000 ની કિંમતના બંને વાહન મળી કુલ રૂૂપિયા 10 લાખ 28 હજારનો મુદ્દામાલ કબજે કરી, બંને વાહન ચાલકો વિરુદ્ધ ધી સૌરાષ્ટ્ર ફેલિંગ ઓફ ટ્રીઝ (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, વધુ તપાસ અર્થે સાથે તેનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એસઓજી વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા સાથે સ્ટાફના સજુભા જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ બેડીયાવદરા, ચિરાગસિંહ જાડેજા, નિતેશભાઈ સાદીયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.