ગુજરાત
નૂરી ચોકડી પાસે ઝાડીમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો મળ્યો
રૂા.43 હજારના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાંથી બાવળની ઝાડીમાંથી રૂૂા. 43 હજારના શરાબના જથ્થા સાથે સીટી એ ડીવીજન પોલીસેએક શખ્સની અટકાયત કરી હતી.જામનગર શહેરના કિશાનચોક વિસ્તારમાં રહેતો શાહનવાઝ ઉર્ફે ટોની દિલાવરભાઈ દરજાદા નામનો શખ્સ નૂરી ચોકડી વિસ્તારમાં બાવળની ઝાડીમાં દારૂૂ સંતાડી રાખ્યો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
આ શખ્સને પકડી તેને સાથે રાખી ઝાડીમાં તપાસ કરતાં શરાબની અલગ અલગ બ્રાન્ડની કુલ 86 બોટલ કિંમત રૂૂા. 43 હજારનો દારૂૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. જયારે આ દારૂૂનો જથ્તો આપનાર અફઝલ ઉર્ફે ઉંચો (રહે. ગુલાબનગર) નુંનામ ખૂલતાં પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.