Site icon Gujarat Mirror

પાડોશી યુવાને ધરાર રંગ લગાવતા સગીરાનો બીજા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ

ગોંડલના ગુંદાળા ગામે આવેલ કંપની માં કામ કરતી શ્રમિક પરિવારની સગીરાને પાડોશમાં રહેતા યુવકે અને મોઢા પર કલર ઉડાડતા તેમને લાગી આવ્યું હતું અને તેણીએ કંપનીના બીજા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર,ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ ગુજરાત સ્પીનિંગ કંપનીની કોલોનીમાં રહેતી 15 વર્ષીય સગીરા બપોરે 3 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે કંપનીની કોલોનીમાં બીજા માળેથી પોતાની જાતે કૂદી જતા તેને તત્કાલ ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સગીરાને પગે-શરીરે ઈજા થઈ છે. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસે સગીરાનું નિવેદન લેવા તજવીજ કરી હતી.

પરિવારજનોએ જણાવ્યું કે, સગીરાનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે. પિતા કારખાનામાં મજૂરી કરે છે.ધુળેટીના દિવસે સગીરા બપોરે કારખાનાની કોલોનીમાં ધુળેટી રમતી હતી.ત્યાં કારખાનાની રૂૂમમાં જ રહેતો એક પરપ્રાંતિય યુવક પણ ધુળેટી રમતો હતો.તેણે સગીરાને પકડી ચહેરા ઉપર અને શરીરે રંગ ઉડાડ્યો હતો. જેથી સગીરાએ ઘરે જઈ પરિવારને વાત કરી હતી.જેથી માતા અને પિતાએ યુવકને બોલાવી ઠપકો આપ્યો હતો.જેથી બંને પક્ષે બોલાચાલી થઈ હતી.આ દરમ્યાન દોડીને સગીરા કંપનીની કોલોનીમાં બીજા માળે જઈ ઉપરથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાને પગલે હાલ પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version