Site icon Gujarat Mirror

જૂનાગઢના રહીજ ગામે પોલીસની તૈયારી કરતી પરિણીતાનું બાઈકે ઠોકરે લેતા મોત

અઠવાડિયા પહેલા રનીંગ પ્રેક્ટિસ કરી ઘરે પરત ફરતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળના રહીજ ગામની પરિણીતા પોલીસની તૈયારી કરી રહી હતી ગઈકાલે તેણી પોતાના ગામેથી ચાલીને પોતાના ઘરે આવતી હતી ત્યારે બાઈકના ચાલકે તેને ઉલાડતા તેમને સારવારમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવારમાં મોત નીપજ્યું હતું. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

વધુ વિગતો મુજબ,માંગરોળના રહીજ ગામમાં રહેતા જલ્પાબેન ગોવિંદભાઈ સોલંકી નામના 30 વર્ષના પરિણીતા ગઈ તા.19/1ના રોજ સવારે પોતાના ગામે ચાલીને પોતાના ઘર તરફ આવતા હતા ત્યારે પુર ઝડપે આવી રહેલા બાઈકના ચાલકે તેમને ઉલાડતા તેમને સારવારમાં ખસેડવામાં આવી હતી અને જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે,જલ્પાબેન પોલીસની તૈયારી કરતા હોય રોજ સવારે રનીંગ કરવા જતાં હતાં અને ગઈ 19/1ના રોજ પણ રનીંગ કરીને ઘરે આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.તેમને સંતાનમાં એક પુત્ર છે અને પતિ ડ્રાઇવિંગ કામ કરે છે.તેઓના મૃત્યુથી પુત્રએ માતાની છત્ર છાયા ગુમાવી છે.

Exit mobile version