Site icon Gujarat Mirror

મોરબીમાં ચોરાઉ ટ્રેક્ટર સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી એલસીબી ટીમે ટ્રેકટર ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી એક શખ્સને ચોરીમાં ગયેલ ટ્રેકટર સાથે પકડી પાડી તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ટ્રેક્ટરની ચોરી થઈ હોય, મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ ટ્રેકટર સાથે એક શખ્સ ઉંચી માંડલ ગામ પાસે આવેલ માર્બીલાનો કારખાનાની સામે રોડ ઉપર ઉભો છે. જેને આધારે એલસીબી ટીમે ચોરી થયેલ ટ્રેકટર સાથે બેડીસિંગ ગુલાબસિંગ ગૌડ ઉ.વ.25 ધંધો-મજુરી રહે. મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક મુળ રહે. મધ્યપ્રદેશ વાળાને પકડી પાડી તાલુકા પોલીસને સોંપી દીધેલ છે.

Exit mobile version