ગુજરાત
સોમનાથ મંદિર નજીક પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડતા શખ્સ ઝડપાયો
ગીર સોમનાથ જિલ્લામાં વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર તથા આજુબાજુના એક કિલોમીટર વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા ફોટોગ્રાફી તેમજ વીડિયો ગ્રાફી નહી કરવા પ્રતિબંધ ફરમાવતું જિલ્લા મેજી.સા. ગીર સોમનાથ તરફથી જાહેરનામુ બહાર પાડવામાં આવેલ હોય તની કડક અમલવારી કરાવવા જૂનાગઢ વિભાગ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનાઓ કરેલ સુચના મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પો.ઈન્સ. એન.બી. ચૌહાણના માર્ગદર્શન અનુસાર તા. 20ના રોજ એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. દેવદાનભાઈ કુંભરવાડિયા તથા ગોવિંદભાઈ રાઠોડ તથા મેરામણભાઈ શામળા તથા પો. હેડ કોન્સ. વિપુલભાઈ ટીટીયા તથા પો. કોન્સ. કૈલાશભાઈ બારડ તથા મહાવીરસિંહ જાડેજા તથા પ્રભાસ પાટણ પો.સ્ટે. પો.કોન્સ. મહેશભાઈ ડાભી તથા કરણસિંહ ચૌહાણ એ રીતના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ પ્રભાસ પાટણ-સોમનાથ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમિયાન સોમનાથ મંદિર પાસે આવેલ વોકવે ઉપર જાહેરનામાના સમાવિષ્ય પ્રતિબંધીત વિસ્તારમાં આકાશમાં એક ડ્રોન ઉડતુ જોવામાં આવતા તુર્જ જ શોધખોળ શરૂ કરતા નવનીતકુમાર શુભશીવલેસ પ્રસાદ (ઉ.વ.20) ધંધો વીડિયો ગ્રાફી રહે. પંચલખ ગામ પોસ્ટ આઈમાં, થાના ખીજશરાય જીગયા, બિહારનો શખ્સ ડીજેઆઈ કંપનીનું ગ્રેકલરનું એઈર-3 મોડલ આરસી-331, મેડ ઈન ચાઈના ડ્રોન કિ.રૂા. 10,000 મુદ્દામાલ સાથે ઝડપાયો હતો.