Site icon Gujarat Mirror

ગોંડલ પાસે હાઇવે ક્રોસ કરી રહેલાં પ્રૌઢનું ટ્રક અડફેટે મોત


ગોંડલ નાં જામવાડી નેશનલ હાઇવે પર બપોર નાં સુમારે રોડ ક્રોસ કરી દિકરા ને મળવા જઇ રહેલાં પ્રૌઢ ને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું.


પ્રાપ્ત વિગત મુજબ જામવાડી ખાડીયા વિસ્તાર કનૈયા હોટલ પાછળ રહેતા રવિભાઈ ગગજીભાઇ વાળા ઉ.55 બપોર નાં બે થી અઢીનાં સુમારે હાઇવે ની સામે આવેલા પ્રફુલભાઈ ટોળીયા નાં પેટ્રોલ પંપે જઇ રહ્યા હતાં ત્યારે રોડ ક્રોસ કરતી વેળા પુરપાટ વેગે ધસી આવેલા ગેસનાં બાટલા ભરેલા ટ્રકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ ને કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.રવિભાઇ છુટક મજુરીકામ કરી પરીવાર નું ગુજરાન ચલાવતા હતા.તેમને સંતાન માં એક દિકરો અને બે દિકરીઓ હોવાનું જાણવા મળેલ હતુ.


રવિભાઈ નો દિકરો યુવરાજભાઈ પેટ્રોલ પંપ પર ફીલર તરીકે કામ કરતો હોય રવિભાઈ તેને મળવા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ગમખ્વાર ઘટના સર્જાઇ હતી. પુત્ર યુવરાજભાઈ આજે જ નોકરીએ લાગ્યા હતાં.અકસ્માત સર્જાતા પરીવાર શોકમગ્ન બન્યો હતો. બનાવ બાદ મૃતદેહ ને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરીછે.

Exit mobile version